સુર્યવંશી મનિષા/વ્યારા : વ્યારાનાં તાડકુવા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે કાકરાપાર પોલીસે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે રાત્રે સરકારી વાહનમાં બેસી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે તાડકુવા ગામના કુંભારવાડ ફળિયામાં રહેતી રાજેશ્રીબેન સોમભાઈ ગામીતના ઘરે વગર પાસ પરમિટે હાથ બનાવટનો દેશી દારૂ તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ઘરની બાજુમાં આવેલ પજારીમાં એક પ્લાસ્ટીકનાં કોથળામાં દેશીદારૂ તથા બીજા કોથળામાં દારૂની 48 નંગ બાટલીઓ મળી આવી હતી આમ કુલ મળી રૂપિયા 2700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મી અમિતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application