Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ગામેથી ઘરના રસોડા માંથી મહિલાને દેશી દારૂ સાથે ઝડપી પાડી

  • June 24, 2021 

વાલોડનાં તાલુકાનાં બાજીપુરા ગામમાંથી દેશી દારૂના સાથે એક મહિલાને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી બુધવારે મોડી સાંજે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, બાજીપુરા ગામનાં આથમણું  ફળિયામાં રહેતી, નિકિતાબેન ધનસુખભાઈ હળપતિએ પોતાના ઘરના રસોડામાં એક કાપડની થેલીમાં વગર પાસ પરમિટે સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application