ગુજરાતમાંથી અન્ય કોઈપણ રાજ્યમાં દુધાળા પશુ ઓની હેરાફેરી કે નિકાલ પર પ્રતિબંધ હોવા છતા એક આઈસર ટેમ્પો નંબર જીજે/21/વી/6840માં ગેરકાદેસર રીતે 7 દુધાળી ભેંસો તથા 2 પાડિયા ખીચોખીચ અને કોઈપણ પ્રાથમિક સુવિધા વિના ભરીને હેરાફેરી કરવામાં આવતા ટેમ્પાને ડોલવણ તાલુકાના પાટી ગામની સીમ માંથી પોલીસે ગતરોજ ઝડપી પાડી અને પશુઓની હેરાફેરી અંગે કોઈ પણ અધિકૃત અધિકારીની મંજુરી લેવામાં આવી ન હોવાથી ગેરકાયદેસર મૂંગા પશુઓનું વહન કરનાર સુમન પ્રેમાભાઈ હળપતિ અને કિરણ રમેશભાઈ હળપતિ (બંને રહે.જોગવાડ ગામ,તા.ચીખલી)ના ઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ભેંસો ભરાવી આપનાર અહમદ મહમદ બીલીમોરિયા (રહે.જોગવાડ ગામ,તા.ચીખલી) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે, પોલીસે ટેમ્પા માંથી 9 ભેંસો જેની કીંમત રૂપિયા 80 હજાર તેમજ 2 નંગ મોબઈલ અને રોકડા રૂપિયા 1 હજાર તથા ટેમ્પો મળી કુલ રૂપિયા 4,82,000/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application