તાપી જીલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી હેમંત શંકરભાઈ ચૌધરીના વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો એસીબીએ દાખલ કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી જીલ્લાના ટ્રાફિક પોલીસકર્મી હેમંત ચૌધરીએ ફરજ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલ એક ટ્રકને અટકાવી હતી અને જે ટ્રકમાં ઓવર લોડીંગ રેતી ભરી હોવાનું બહાર આવતા પોલીસકર્મી હેમંત દ્વારા ટ્રકના જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી ન હોવા છતા તેમના વિરુદ્ધમાં કરવાની થતી કાયદેસરની કાર્યવાહી ના કરી ટ્રક ચાલક પાસે 10 હજારની લાંચ માંગી હતી. ટ્રક ચાલકે સ્થળ પર 2500/- રૂપિયા આપ્યા હતા અને બાકીના 7500/- રૂપિયા બીજા દિવસે આપવાનું કહી ટ્રક ચાલક જતો રહ્યો હતો.
ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફોન કરી 7500/- રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને બીજી તરફ ટ્રક ચાલકને રૂપિયા આપવાનું મંજુર ના હોવાથી ટેલિફોનિક પુરાવા આપી ટ્રાફિક પોલીસ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
તાપી એસીબીએ તપાસ હાથ ધરતા પોલીસકર્મીએ ટેલીફોનીક ઉઘરાણી કરી પોતાના અંગત આર્થિક લાભ મેળવવા લંચની માંગણી કરી પોતાના રાજ્ય સેવક તરીકેનો હોદ્દાનો દુરપયોગ કરી રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરેલ હોવાનું ફલીત થયેલ હોય જે આધારે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન સુરતનાએ આપતા આરોપી હેમંત ચૌધરી વિરુદ્ધ તાપી એસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500