સોનગઢના જુનવાણ ગામના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સબંધ હતો. પરંતુ છેલ્લા ત્રણ એક વર્ષથી યુવતી યુવક જોડે સબંધ રાખતી ન હોય ગત બુધવારેના રોજ યુવકે યુવતીને ઢોર મારમાર્યો હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, સોનગઢના જુનવાણ ગામના તાડ ફળીયામાં રહેતી રસિકાબેન ફતેસિંગભાઈ ગામીત બંધરપાડા ગામે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગઈ હતી. બેંકમાં કામ પતાવ્યા બાદ બેંક બહાર ઉભી હતી. ત્યારે તેના જ ગામના નિશાળ ફળીયામાં રહેતો, મેહુલભાઈ બાલુભાઈ ગામીત મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો હતો અને મારા સાથે કેમ વાત કરતી નથી, મારા ઘરે કેમ આવતી નથી તેવું રસિકાને જણાવી ગાળો આપી ફરવા જવા મોટરસાયકલ પર બેસવા દબાણ કર્યું હતું. બેંક પાસે અન્ય લોકો જોતા હોય કોઈ તમાશો નથી થાય તે માટે રસિકા મોટરસાયકલ બેસી ગઈ હતી.
ત્યારબાદ મેહુલ ગામીત ગાળકુવા ગામના સીમમાં આવેલા ટેકરી પર રસિકાને લઇ ગયો હતો અને ત્યાં રસિકાને ઢોરમાર મારી રસિકાને બેભાન કરી દીધી હતી. જોકે, રસિકા હોશમાં આવતા ત્યાં ગાળકુવા ગામના સરપંચ અને લોકો ઉભા હતા અને ઈમરજન્સી સેવા 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે યુવતીએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા તેણીને મેહુલ ગામીત સાથે પ્રેમ સબંધ હતો પરંતુ મેહુલ અવારનવાર માર મારતો હોય તેણે મેહુલ સાથે પ્રેમ સંબંધ તોડી નાંખ્યો હતો. પરંતુ મેહુલ ફોન કરીને ધમકી આપતો હતો કે, તું મારી સાથે નહી આવે તો હું તને બીજી જગ્યાએ લગ્ન કરવા દઈશ નહી. પોલીસે મેહુલ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500