ઉચ્છલના સયાજીગામના વણઝર ફળિયામાં આવેલ દુકાનમાં તોડફોડ કરી રૂપિયા 30,000/- નું નુકશાન કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ.
ઉચ્છલ તાલુકાના સયાજીગામના વણઝર ફળિયામાં રહેતી નિશાબેન રામસિંગભાઈ પાડવી પોતાની દુકાનમાં હાજર હતી તે સમય દરમિયાન નદી ફળિયામાં રહેતો કિશોરભાઈ બટેસિંગભાઈ વસાવા નશાની હાલતમાં દુકાનમાં આવ્યો હતો અને કુહાડા વડે દુકાનમાં મુકેલ ચીજ-વસ્તુઓનું તોડ ફોડ કરી રૂપિયા 30,000/-નું નુકશાન કરી બોલાચાલી કરી તેમજ નાલાયક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે નિશાબેન પાડવીની ફરિયાદના આઘારે કિશોર વસાવા વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500