Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીતખુર્દ ગામમાંથી દેશી દારૂ બનવાના રસાયણ સાથે ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 12, 2021 

ઉચ્છલ તાલુકાનાં ભીતખુર્દ ગામમાંથી દેશી દારૂના રસાયણ બનાવવાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે મોડી સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ભીતખુર્દ ગામમાં રહેતા દિલીપભાઈ સુરતાનભાઈ ગામીતએ વગર પાસ પરમિટે બે મોટા કેરબામાં ગોળ મહુડાનું મિશ્રણવાળું રસાયણ પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકતા પોલીસ રેડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે દિલીપ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application