વાલોડ તાલુકાના મોરદેવી ગામે ગત તા.19 ઓગસ્ટની રાત્રે મુશળધાર પડેલા વરસાદમાં એક કાચું ઘર જમીન દોસ્ત થઈ જતા અંદાજિત 40 હજાર જેટલું ઘરવખરી, કપડા તથા માલ સામાનને નુકશાન પહોચ્યું હોવાનું સામે આવ્યું હતું.
મળતી વિગતો એવી છે કે, વાલોડ તાલુકાના મોરદેવી ગામના ટાંકલી ફળિયામાં રહેતા બલ્લુભાઈ પટેલનું ઘર મુશળધાર વરસાદને લીધે રાત્રિના સમયે તૂટી પડ્યું હતું, જયારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હાની થઈ ન હતી. પરંતુ ઘરના નળિયા અને લાકડાને નુકશાન થયું હતું તેમજ ઘરની ઘરવખરી, વાસણો અને અન્ય સામગ્રીઓ મળી લગભગ 40 હજારનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500