તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાના ચીખલદા ગામમાં રહેતા આધેડએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વ્યારા તાલુકામાં ચીખલદા ગામના વાઘઝરી ફળિયામાં રહેતો છોટુભાઈ કસનાભાઈ ગામીત (ઉ.વ.60) અને તેમની પત્ની કમુબેન વચ્ચે છેલ્લા બે વર્ષથી અણબનાવ રહેતો હતો. જેથી છોટુભાઈ ગામીતે તેમની બહેન સવિતાબેન નાશવંતભાઈ ચૌધરીને ત્યાં વાઘઝરી ફળિયામાં રહેતો હતો. પરંતુ ગત તારીખ 27/05/2021નાં રોજ સવિતાબેનનું અવસાન થતા છોટુભાઈ ટેન્શનમાં રહેતા અને મનમાં ખોટું લાગી આવતા છોટુભાઈએ વાઘઝરી ડુંગરી ફળિયામાં ખંખરાના ઝાડની ડાળી સાથે મીણીયા દોરી તથા વાયરથી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું લીધું હતું. તેમનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં તારીખ 09/06/2021ના રોજ મળી આવતા જે અંગેની જાણ વ્યારા પોલીસ મથકે જગદીશભાઈ છોટુભાઈ ગામીતે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application