Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકામાં સ્વૈચ્છિક લોકડાઉન તથા રસીકરણ જાગૃતતાના કાર્યક્રમો અંગે વેપારી મંડળો સાથે બેઠક યોજાઇ

  • April 15, 2021 

વૈશ્વિક કોરોના મહામારીના કારણે તાપી જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના કારણે મહામારીનું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરીમાં જાહેર જનતા પણ મદદરૂપ બને તેવા ઉમદા આશય સાથે પ્રાંત અધિકારી હિતેષ જોષીના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના વિવિધ એસોશીએશનના સભ્યો સાથે બેઠ્ક યોજવામાં આવી હતી.

 

 

 

 

આ બેઠકમાં વ્યારા નગરપાલિકામાં સ્વૈચ્છિક લોકડાઉન તથા રસીકરણ અંગે જાગૃતતાના કાર્યક્રમોના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, તથા સેનેટાઈઝરોનો ઉપયોગ કરવા અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. બેઠકમાં વેપારીઓએ વ્યારા નગર સહિત સમગ્ર જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમનને અટકાવવા માટે વહીવટીતંત્રને તમામ પ્રકારે સહયોગ આપવાની ખાતરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application