Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

  • July 18, 2021 

તાપી જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ હતી. આ બેઠક્માં પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ તથા પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોને અગ્રતા આપી લોક્પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલ લાવવા સબંધિત અધિકારીઓને અગોતરૂ આયોજન કરવા જણાવ્યું હતું.

 

 

 

 

બેઠકમાં ભાગ-1માં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા દ્વારા રજુ કરેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી સમય મર્યાદમાં અરજીઓનો નિકાલ થાય અને નાગરીકોના તમામ પ્રશ્નો ઝડપથી નિકાલ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.  

 

 

 

 

ભાગ-૨ની બેઠકમાં નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, સરકારી લેણા વસુલાત બાબત કામગીરી પરત્વે ગંભીરતા લેવા તેમજ આગામી બે વર્ષમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, ખાતાકિય તપાસ, એ.જી.ઓડીટ, પડતર કાગળો, સરકારી લેણાની વસુલાત બાબતે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.

 

 

 

 

કલેક્ટર વઢવાણિયાએ દરેક વિભાગને કર્મચારીઓના નિવૃત્તિના અને પેન્શરન કેસો સમય મર્યાદામાં તૈયાર કરી આગામી સમયમાં નિવૃત થતા કર્મચારીઓની જરૂરી કામગીરી આગોતરા આયોજન સાથે કરવા જણાવ્યું હતું. સમયસર દરેક યોજનાનો લાભ નાગરિકોને મળે તો જ સરકારની યોજનાઓ ફળીભૂત થાય છે એમ જણાવી દરેક વિભાગને પોતાના હસ્તકની યોજનાઓ અંગે સંવેદનશીલતા જાળવી જાહેર જનાતાને મદદરૂપ થવાના હેતુથી કામગીરી કરવા જણાવ્યું હતું.

 

 

 

 

વધુમાં બેઠકમાં જિલ્લા પંચાયત દ્વારા ડિજીટલ સેવા સેતુ યોજના હેઠળ ગ્રામજનોને ૧૦૦ mbpsની ઝડપથી ઇન્ટરનેટ સેવાઓ પુરી પાડવાની કામગીરીને સમય મર્યાદામા પુર્ણ કરી સરાહનિય કામગીરી કરવા બદલ તમામને કલેક્ટર વઢવાણિયાએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આગામી ૩ માસમાં ડિજીટલ સેવા સેતુ હેઠળ ગ્રામજનો ૫૫થી વધુ સેવાઓનો લાભ ઘરઆંગણે લઇ શકશે.

 

 

 

 

ડી.ડી.ઓ. ડૉ.દિનેશ કાપડીયાએ મનરેગા યોજના હેઠળ જિલ્લામાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં ન્યુટ્રી પાર્ક, મનરેગા યોજના હેઠળ નવા પ્રોજેકટ અને જિલ્લામાં મોટા પાયે ગૈચર જમીનમાં વૃક્ષારોપણ થાય તે અંગેના  આયોજન વિશે સૌને માહિતગાર કરી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ તાપી જિલ્લાને મળેલ ટાર્ગેટ મુજબ સખી મંડળની બહેનોને રૂ.૧ લાખની લોન મળે તે અંગે સુચારૂ આયોજન કરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application