વ્યારા તાલુકાના વાંદરદેવી ગામના ભવાની ફળિયામાં રહેતી, અમીતાબેન (ઉ.વ.30) ડોલવણ તાલુકાના પાટી ગામે સાસરે ગયા હોય, તેની 3 વર્ષીય દિકરી સાથે પિયરમાં વાંદરદેવી ગામે ગયા હતા, જ્યાંથી તા.13/04/2021ના રોજ પાટીએ ગામ જવાનું માતા-પિતાને કહીને પિયરમાંથી અમીતાબેન દિકરી અનુશ્યાને લઈને નીકળી હતી, પરંતુ હજુ સુધી સાસરીમાં પહોચી નથી, દિકરી સાથે ગુમ થયેલ પરણીતાની પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી છે. પત્ની અમીતાબેન અને દિકરી ગુમ થયા હોવાની જાણ ભુપેન્દ્રભાઈ સુરેશભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે કરી છે.
ગુમ થનાર અમીતાબેન મજબુત બંધાના, ઘઉં વર્ણ, ડાબા હાથના કાઢા ઉપર અંગ્રેજીમાં અમિતા લખેલું છુંદણું, ઉંચાઈ 5 ફૂટ 2 ઈંચ, જેઓએ લીલો બ્લાઉઝ તથા કેસરીએ લીલા ડીઝાઈનવાળી સાડી પહેરેલ છે, તે ગુજરાતી, ગામીત, ચૌધરી ભાષા જાણે છે, દિકરી અનુશ્યા પાતળો બાંધો, ઘઉં વર્ણ, પીઠના ભાગે કાળો ડાઘ તથા ગુલાબી ટી-શર્ટ અને બળ્યું જીન્સ પહેરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500