Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામકી ગામે દુકાનમાંથી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

  • July 04, 2021 

ઉચ્છલ તાલુકાનાં જામકી ગામમાં આવેલ તાપી હોટલની બાજુની દુકાનમાં દેશી દારૂની નાની-મોટી કુલ 50 નંગ  બોટલો સાથે એક ઈસમ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શનિવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જામકી ગામે તાપી હોટલની બાજુમાં આવેલ વિરસીંગભાઈ છગનભાઈ ગામીતએ પોતાની દુકાનમાં ચોરી છુપીથી દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઇડ કરતા દુકાનનાં એક ખૂણામાંથી વગર પાસ પરમીટે એક કાપડની થેલીમાંથી દેશી દારૂની નાની-મોટી કુલ 50 નંગ બોટલો પોલીસ રેઇડમાં મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે રૂપિયા 3,800/-નો દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી વિરસિંગ ગામીત વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application