સોનગઢ પોલીસને મળેલ બાતમીના આધારે, મહારાષ્ટ્રથી એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી મળેલ હતી જેના આધારે, સોનગઢ પોલીસે વ્યારા સોનગઢ હાઈવે પર વોચ ગોઠવી હતી ત્યારે મળસ્કે એક કન્ટેનર નંબર એમએચ/43/બીએ/7774 માંડલ ટોલ પ્લાઝા પાસેથી અટકાવી તપાસ હાથ ધારી હતી.
કન્ટેનર ચાલક જાકિર રમઝાન શેખ (રહે.નવાપુર) એ દવાની બિલ બતાવી હતી. જોકે, પોલીસને શંકા જતા પોલીસે સીલ મારેલા કન્ટેનરને ખોલાવી તપાસ હાથ ધરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂના 625 બોક્ષઓ મળી આવ્યા જેમાં વિદેશી દારૂની કુલ 18960 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 28 લાખ થાય છે આમ પોલીસે જપ્ત કટેલ મુદ્દામાલ તથા કન્ટેનર મળી કુલ રૂપિયા 38,2,500/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ નવાપુરના બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભાઈ ભીમરાવ બડોગેએ ભરી આપવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500