Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં વાઘસેપા ગામેથી દારૂની 25 બાટલીઓ સાથે એક ઈસમ ઝડપાયો

  • August 03, 2021 

ઉચ્છલ તાલુકાનાં વાઘસેપા ગામમાંથી ઈંગ્લીશ દારૂની 25 બાટલીઓ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી કરોડ બીટ વિસ્તારમાં  પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, વાઘસેપા ગામમાં રહેતા રાજુભાઈ ઠગ્યાભાઈ વસાવાએ વગર પાસ પરમિટે પોતાના દુકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક કાપડની થેલીમાં ઈંગ્લીશ દારૂની કુલ 25 બાટલીઓ સંતાડી મૂકી હતી જેની જેની કીંમત રૂપિયા 1650/- હતી અને જે પોલીસ રેઈડમાં મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે રાજુ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application