Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં સાયલા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

  • May 12, 2021 

નિઝરનાં સાયલા ગામે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

નિઝર પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે, સાયલા ગામમાંથી પસાર થતા જાહેર રસ્તાની બાજુમાં જાહેરમાં વરલી મટકાના આંકો લખવા બેસેલ ગણેશભાઈ મહેન્દ્રભાઈ વળવી રહે.નવલપુર ગામનાને મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હારજીતનો જુગાર રમાડતા, જુગારના સાધનો તથા રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈની ફરિયાદના આધારે ગણેશ વળવી વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application