વાલોડ તાલુકાનાં ગોડધા ગામમાંથી એક ઈસમ અને સ્યાદલા ગામેથી એક મહિલા દેશી દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો શનિવારે પ્રોહી.ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ગોડધા ગામમાં રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ હળપતિએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પાછળ પજારીનાં ભાગે એક પ્લાસ્ટિકની કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા અને સ્યાદલા ગામના લુહાર ફળિયામાં રહેતી, મયુરીબેન જીગ્નેશભાઈ ચૌધરીએ પણ પોતાના ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે વગર પાસ પરમિટે એક કાપડની થેલીમાં સંતાડી મુકેલ દેશી દારૂ મુદ્દમાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલના ફરિયાદના આધારે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application