Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામનો ઈસમ નશાની હાલતમાં બાઈક હંકારી લાવતો ઝડપાયો

  • July 05, 2021 

ઉચ્છલ તાલુકાનાં સુંદરપુર ગામમાંથી નવાપુર તરફ જતા જાહેર રોડ ઉપરથી એક ઈસમ નશાની હાલતમાં બાઈક હંકારી લાવતો ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે મોડી સાંજે સુંદરપુર ગામનાં જાહેર રોડ ઉપર, સુંદરપુરથી નવાપુર તરફ જતા હાઈવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન નવાપુર તરફથી આવતી એક કાળા કલરની સ્પ્લેન્ડર નંબર વગરની મોટરસાઈકલનો ચાલક આશીષભાઈ રૂપસીંગભાઈ વસાવા રહે.ભડભૂંજા ગામ, સ્ટેશન ફળિયું, તા.ઉચ્છલનાને વગર પાસ પરમિટે કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબજાની બાઈક વાંકી-ચૂંકી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે, આશીષ વસાવા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application