સોનગઢના અગાસવાણ જંગલમાં વહેલી સવારે આગ લગતા બપીર સુધીમાં જંગલમાંનો એક મોટો ડુંગર સહીત લગભગ 2 થી 3 કી.મી.નો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ભારે પવન ફૂંકતો હોવાથી આડ ઝડપથી પ્રસરી હતી. આગને કાબુમાં લેવાવણ વિભાગના 8 થી 10 આગ બુઝાવાનારા કર્મચારીઓએ આગ ઓલવા માટેના તમામા પ્રયત્નો કાર્ય હતા.
પરંતુ વનવિભાગના કર્મચારીઓ પાસે આધુનિક સાધન કે મશીનનો અભાવ હોવાથી આગને કાબુમાં લઈ શકાય ન હતી અને આગ જોત-જોતમાં મોટે ભાગના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી જેથી મોટું નુકશાન થયું હતું. આ આગની લપેટમાં જંગલમાં રહેતા પશુ-પક્ષીઓ તેમજ સરીસૃપો પણ આવ્યા હોવાની આશંકા છે.
જંગલ માની જડી બુટ્ટી સહીત તમામ નાની–મોટી વનસ્પતિ, છોડ બળીને સ્વાહા થઈ જતા મોટું નુકશાન થયું છે. આગમાં વન્ય પશુ પક્ષીઓને કેટલું નુકશાન થયું તે જાની શકાયું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500