Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ પોલીસ સ્ટેશન સામેથી નશાની હાલતમાં બાઈક લાવતો યુવક ઝડપાયો

  • July 12, 2021 

ડોલવણના પોલીસ સ્ટેશન સામે જાહેર રોડ ઉપર નશાની હાલતમાં એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો રવિવારે બપોરે ડોલવણના પોલીસ સ્ટેશન સામે જાહેર રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ઉનાઈ તરફથી આવતી એક મોટરસાઈકલ નંબર જીજે/26/ક્યુ/1851નો ચાલક રાહુલકુમાર કાંતિલાલભાઈ પટેલ રહે.ગાંગપુર ગામ, ભંડારી ફળિયું, ડોલવણનાને વગર પાસ પરમિટે કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબજાની બાઈક વાંકી-ચૂંકી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે, રાહુલ પટેલ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application