Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકૂવાદૂર ગામે કુવામાં પડેલ દીપડીના બચ્ચાને રેસ્ક્યુ કરી બચાવી લેવાયું

  • August 04, 2021 

વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામમાં રહેતા જયેશભાઇ છોટુભાઈ ચૌધરીના ખેતરમાં આવેલા કુવામાં રાત્રી દરમિયાન દીપડીનું એક બચ્ચું જે આશરે 8 થી 9 માસનું માદા પ્રજાતિનું બચ્ચું જે પાઇપ પકડી લટકી રહ્યું હતુ. દરમિયાન સવારે 10 વાગ્યે ગામના સરપંચે વ્યારા આર.એફ.ઓ. કિશોરસિંહ કોસાડાને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમજ વન્ય જીવ અપરાધ નિયંત્રણ શાખાના વોલેન્ટીયર ઇમરાન વૈદને પણ જાણ કરીને બોલાવ્યા હતા. મોડી રાતથી જીવ બચાવવા બચ્ચું પાઇપ સાથે લટક્યું હોવાથી લાકડાના પાળિયાના બે છેડે દોરડું બાંધી કુવામાં ઉતારાયું હતુ. જેથી બચ્ચું તેના પર બેસી ગયું હતુ.

 

 

 

 

ત્યારબાદ વ્યારાથી ટીમનાં સભ્ય અબ્રાર મુલતાની અને કલ્પેશભાઈ સહીત વોલેન્ટીયર નેટ લઈને આવ્યા હતા અને નેટ ઉતારી દોઢેક કલાક બાદ સહી સલામત બચ્ચાંને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યું હતુ. બચ્ચાંની માતા આસપાસના વિસ્તારમાં હોવાની શંકાને આધારે સ્થળ પર મેડિકલ ચેકઅપ કરાવી બચ્ચાને નજીકના ખેતરમાં છોડી મુકવામાં આવ્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application