Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંચ લેતા પકડાયેલા વ્યારા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને વ્યારાની કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

  • February 23, 2021 

લાંચ લેતા પકડાયેલા વ્યારા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને વ્યારાની કોર્ટે 3 વર્ષની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

 

 

 

 

સમગ્ર કેસની મળતી વિગતો મુજબ, ફરીયાદી પોતાના ખેતરમાના જલાઉ લાકડા કાપી સોમિલમાં વેચાણ માટે ગાડીમાં ભરી લઈ જતા હતા. તે દરમિયાન વ્યારા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણકુમાર લક્ષ્મીચંદ યાદવએ તેઓની ગાડી રોકી લાકડા ગેરકાયદેસર છે અને આ અંગે વન વિભાગને જાણ પડશે તેમ જણાવી પ્રથમ 10 હજારની માંગણી કરેલ અને રકઝકના અંતે 7 હજારની માંગણી કરી જે તે સમયે રૂપિયા 2 હજાર ફરીયાદી પાસે લઈ લીધેલ અને બાકીની લાંચની રકમ રૂપિયા 5 હજાર આપવા અવારનવાર માંગણી કરતા હતા હોય, આખરે પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી કંટાળી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા લાંચનું છટકું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

ગત તારીખ 27મી ઓકટોબર 2010 નારોજ લાંચના છટકામાં પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણકુમાર યાદવ  ઝડપાઈ જતા તેઓ વિરુદ્ધ તાપી એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવાવામાં આવ્યો હતો.

જે લાંચના છટકા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણકુમાર યાદવ ઝડપાઈ જતા તેઓ વિરુદ્ધ તાપી એસીબી પોલીસ મથકે ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 ની કલમ-7, 13(1) (2) તથા 13(2) મુજબનો ગુનો તા.27-10-2010 ના રોજ દાખલ કરવાવામાં આવ્યો હતો. વ્યારા પોલીસ સ્ટેશન નો આરોપી પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણકુમાર લક્ષ્મીચંદ યાદવવિરુદ્ધ કેસ ચાલી જતા નામદાર સેશન્સ કોર્ટે,વ્યારા-તાપી નાઓએ આરોપી કૃષ્ણકુમાર યાદવ ને ક્રી.પ્રો.કોડની કલમ-235(2) તથા ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 ની કલમ-7, 13(1)(ઘ) તથા 13(2) મુજબના તકસીરવાન ઠરાવી ને 3 વર્ષની સખત કેદની સજા ભોગવવાનો તથા રૂપિયા 25 હજાર દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application