Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાઝરડા ગામ નજીક ટ્રકએ બાઈકને ટક્કર મારતાં 5 વર્ષના બાળકનું મોત, 3ને ઈજા

  • March 02, 2021 

સોનગઢના વાઝરડા ગામ નજીક એક ટ્રકએ બાઈકને ટક્કર મારતા બાઈક પરથી નીચે પટકાયેલા માતા-પિતા અને બે ભાઈઓ પૈકી 1નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે માતા-પિતા અને નાના ભાઈને ઈજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.

 

 

 

મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના લીમદડા ગામના હિંચકી ફળીયામાં રહેતા સુનીલભાઈ સુકાભાઈ ચૌધરી કડીયાકામની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના સંતાનમાં બે છોકરા છે. સૌથી મોટો બ્રીયંત (ઉ.વ.5) અને તેનાથી નાનો રેહાન્સ (ઉ.વ.આશરે દોઢ વર્ષ), અને પત્ની રીનાબેન સાથે પોતાની બાઈક નંબર જીજે/26/ઈ/0172ને લઈને પત્ની તથા બે બાળકો સાથે જમાપુર ગામે મંદિર જવા માટે નીકળેલા અને મંદિરથી પરત આવતા વાઝરડા ગામ નજીક એક ટ્રક નંબર જીજે/21/વિ/9599ના અજાણ્યા ચાલકે પોતાની કબજાની ટ્રક પુરઝડપે હંકારી લઈ આવી સુનીલભાઇની બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક સુનીલભાઈ અને તેમના પત્ની તથા બે બાળકો રોડ પર ફેંકાઈ ગયા હતા.

 

 

 

આ બનાવમાં બ્રીયંતનું (ઉ.વ.5) ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જયારે સુનીલભાઈ અને તેમના પત્ની રીનાબેન તથા રેહાન્સને શરીર ઈજા પહોચતા ત્રણેય જણાને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા.

 

 

 

આ બનાવ અંગે સુનીલભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ટ્રકના ચાલક વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application