તાપી જીલ્લાનાં ડોલવણ તાલુકાનાં ગારપાણી ગામે રહેતા 42 વર્ષીય નીલેશભાઈ ઉનાઈ ગામે હીરાના કારખાનામાં કામે જવા નીકળ્યા હતા. ત્યારબાદ ઉનાઈના ખંભાલીયા ગામે જનતા હાઈસ્કુલે અડીને આવેલા કુવા પાસેના વ્રુક્ષ સાથે પોતે પહેરેલા બેલ્ટ અને ગંજીનો ફંદો બનાવી કોઈ અગમ્ય કારણસર લટકીને મોતને ભેટ્યા હતા.
ત્યારબાદ બાજુમાં રહેતી સ્થાનિક મહિલા કામ અર્થે ઘરની બાહર નીકળી હતી અને તેની નજર કુવા પાસે લટકતી લાશ પાસે જતા તાત્કાલિક ઉનાઈ પોલીસ સ્ટેશન મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકની લોકોની મદદથી લાશને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી. ઉનાઈ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application