દિવાળીના તહેવાર આવતો હોઈ જેથી કાપડની ખરીદી કરવા માટે તેલગંણાના વેપારી એવા મહંમદ મીનાહાજુદ્દી મહંમદ દસમસુદ્દી નાઓની રોકડ રકમ 2.20 લાખ લઈ પોતાના ગામથી અલગ-અલગ વાહનો બદલી મહારાષ્ટ્રના નાંદેડ ખાતે તેમના પિતરાઈ ભાઈન ત્યાં રોકાયા હતા અને સુરત ખાતે પોતે કાપડની ખરીદી કરવા જતા હોવાનું જણાવી અને દિવાળીનો તહેવાર આવતો હોઈ જેથી વધુ ખરીદી કરી જણાવી પિતરાઈભાઈ પાસેથી રોકડ રૂપિયા 5 લાખ લીધા હતા એમ કુલ રૂપિયા 7.20 લાખ લઈ પોતાની પાસેની એક કાળા કલરની બેગમાં મુક્યા હતા. ત્યારબાદમાં પિતરાઈભાઈએ તેમની ઈનોવા ફોર વ્હીલ ગાડીમાં બેસાડી નાંદેડ ગામે ખુરાના ટ્રાવેલ્સની ઓફિસેથી ખુરાના ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર એમ એચ/38/એક્સ/8032માં બેસાડી પિતરાઈભાઈ તેના ઘરે નીકળી ગયો હતો. બાદમાં બસ મહારાષ્ટ્ર રાજ્યનું જાલના શહેર પાસ કરી રાજપુરોહિત ઢાબા પર અડધો કલાક રોકાય હતી.
જોકે વેપારી બસમાંથી નીચે ઉતર્યા ન હતા ત્યારબાદ શુક્રવારે સવારે 7.30 કલાકના અરસામાં તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે હાઈવે ઉપર આવેલ યોગેશ હોટલ ઉપર લક્ઝરી બસ ઉભી રહેતા રૂપિયા ભરેલ બેગ બસનાં સીટ ઉપર મૂકી વેપારી બાથરૂમ ગયો હતો. જોકે થોડી વારમાં પાછા બસમાં પોતાની સીટ ઉપર આવતા પોતે મુકેલ બેગની ચેન ખુલ્લી હતી અને તેમના કપડા અડધા બેગની બહાર પડ્યા હતા જોકે તેનમે શંકા જતા બેગ ખોલીને ચેક કરતા તેમાં મુકેલ રોકડ રકમ નજરે પડી ન હતી અને 7.20 લાખની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વેપારીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application