Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં શ્રાવણીયો જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા, 6 વોન્ડેટ

  • August 11, 2021 

વાલોડનાં સમરચાલી ફળિયામાં શ્રાવણીયો જુગાર, ઘરના આંગણામાં જુગાર રમતા 10 પૈકી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને 6 જુગારીઓઅ ભાગી છુટ્યા હતા. પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી રોકડ રકમ 5100/-, દાવ પરના રૂપિયા 1200/- અને મોબઈલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સમાચાર ફળિયામાં યોગેશભાઈના ઘરના આંગણામાં કેટલાક ઈસમો પત્તા પર હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ત્યાં જુગાર રમતા જુગારી ભાગવા જતા પોલીસે તેઓની પાછળ દોડીને 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જયારે 6 ઈસમો અંધારાનો લાભ ઉઠાવી ભાગી છુટ્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા 4 ઈસમોની અંગઝડપી દરમિયાન રોકડ રકમ 5100/-, દાવ પરના રૂપિયા 1200/- અને મોબઈલ મળી કુલ રૂપિયા 6800/-નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે 6 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application