તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં મોરદેવી ગામનાં ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો શનિવારે રાત્રે સરકારી વાહનમાં બેસી પ્રોહી.જુગારની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે મોરદેવી ગામે હળપતિનિવાસમાં દીપકભાઈ સોમાભાઈના ઘરની બાજુમાં આવેલ આંબાના ઝાડ નીચે જાહેરમાં 3 ઈસમો પત્તા પાના પૈસાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેઇડ કરતા સ્થળ પરથી ઉમેરભાઈ આરીફભાઈ શેખ (રહે.પાદરી ફળિયું,વાલોડ), ઈશાદભાઈ શયદ શેખ (રહે.કાઝી મહોલ્લા,વાલોડ) અને શોએબભાઈ ફકીરભાઈ આમલીવાલા (રહે.વ્હોરવાડ ફળિયું,વાલોડ) નાઓને હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા ત્રણેય આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ રૂપિયા 17000/- તથા મોબાઈલ ફોન નંગ-3 તેમજ જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 23,640/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500