સોનગઢ તાલુકાના હાઇવે પર આવેલા માંડળ ટોલનાકા નજીકથી તાપી એલસીબીએ બાતમીના આધારે એક આઈસર ટેમ્પો અટકાવી તેમાંથી ગેરકાયદેસર લાવવામાં આવેલ 76,200/-ની રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીની ઝડપી પાડ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસો ગત તા.08મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે સોનગઢ તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે સોનગઢ તરફથી આવતો મરૂન કલરનો આઇસર ટેમ્પોમાં દારૂ છે. આ બાતમીના આધારે એલસીબી પીએસઆઇ અને તેમના સ્ટાફે ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે બાતમી પ્રમાણેનો ટેમ્પો નંબર જીજે/16/ઝેડ/4081 નજરે પડતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી પાસ પરમિટ વિના લાવવામાં આવેલ દારૂની 1332 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 76,200/-હતી.
આમ, પોલીસે ટેમ્પો ચાલક જીતેશ મધુકર ગામીત અને સાથે મળી આવેલા અતુલ પ્રકાશ વળવી (બંને રહે.નારણપુર તા.ઉચ્છલ) તથા દિનેશ અજા વસાવા (રહે.ટોકરવા તા.ઉચ્છલ)ના ઓની ધરપકડ કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂ નવાપુરના આમલાણ ગામેથી હરીશ (રહે.પેથાપુર) અને દિલીપ (રહે.સાકરદા) એ ભરવી આપ્યો હતો અને બારડોલી નજીક આવેલા પારડી ગામે ખાલી કરવા જતાં હતાં. પોલીસે 8 લાખનો ટેમ્પો, 3 નંગ મોબાઈલ અને દારૂ સહિત કુલ રૂપિયા 8,91,200/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી જયારે હરીશ અને દિલીપ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500