Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુંદરપુર ગામના ફાટા પાસેથી 2 રીક્ષા ચાલક માસ્ક વગર ઝડપાતા કાર્યવાહી

  • May 11, 2021 

ઉચ્છલના સુંદરપુર ફાટા પાસેથી 2 રીક્ષા ચાલક મોઢે માસ્ક પહેર્યા વગર ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ઉચ્છલના સુંદરપુર ગામમાંથી પસાર થતો નવાપુર તરફ જતા ફાટા પાસેથી અમિતભાઈ ધનાભાઈ વસાવા રહે.બાબરઘાટ ગામ અને વિન્કલભાઈ ઉમેદભાઈ વસાવા રહે.આરકાટી ગામ, ઉચ્છલના ઓએ પોતાના કબ્જાની ઓટો રીક્ષામાં પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સોસીયલ ડીસટન્સ ન રાખી તેમજ સુરક્ષા માટે હેન્ડ ગ્લોવ્ઝ તથા સેનેટાઈઝર પોતાની પાસે ન રાખી અને મોઢે માસ્ક પહેર્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application