Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં બેડકીનાકા પાસેથી ગેરકાયદેસર લઈ જવાતી ગાયો ભરેલ ટેમ્પો સાથે 2 ઈસમો ઝડપાયા

  • March 02, 2021 

બેડકીનાકા પાસેથી ગેરકાયદેસર પીકઅપ ટેમ્પોમાં 2 ગાયોની તસ્કરી કરનાર 2 ઈસમોને પોલીસે ઝડપી પાડી તેમની વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

 

 

 

ઉચ્છલનાં કટાસવાણ ગામની સીમામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-53 ઉપર આવેલ બેડકી નાકા પાસે પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/26/ટી/7426માંથી ગેરકાયદેસર રીતે રાજ્ય બહાર લઇ જવાતા મૂંગા પશુઓને ઉચ્છલના જવાનોએ ઉગારી લીધા હતા.

 

 

 

આ બનાવમાં ટેમ્પોમાંથી 02 ગાયો મળી આવી હતી, બંને ગાયોને ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે, ઉચ્છલ પોલીસે આ મામલે ભરતભાઈ ભોપાભાઈ ભરવાડ તથા કાનાભાઈ બથાભાઈ ભરવાડ (બંને રહે.વ્યારા, ઉનાઈ નાકા પાણીની ટાંકીની પાછળ) નાઓની  અટક કરી કુલ રૂપિયા 2,40,000/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને ઈસમો વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application