વ્યારા તાલુકાના વડકુઈ ગામના ભાઠી ફળિયામાંથી વગર પાસ પરમિટે પસાર થતી એક મારૂતિ રીટસ કાર નંબર જીજે/07/સીએચ/1573ને અટકાવી તેમાં તપાસ કરતા પાછળના ભાગે 14 પુંઠાના બોક્ષમાંથી 672 નંગ બાટલીઓ મળી આવી હતી. જેની કીંમત રૂપિયા 33,600/-નો પ્રોહી. મુદ્દામાલ તથા મારૂતિ કાર રૂપિયા 2 લાખ તેમજ મોબઈલ મળી કુલ રૂપિયા 2,34,100/- મુદ્દામાલ સાથે હેમરાજ દિવ્યેશભાઈ વાસીયા (ઉ.વ.21, રહે.બારડોલી) અને 17 વર્ષીય કિશોરની અટક કરી હતી.
દારૂ આપનાર એમ.ડી.વાઈન શોપના ઈસમ, દારૂ મંગાવનાર ગણેશભાઈ ઉર્ફે ગૌલી નામદેવ ભોઈ (રહે.કાલીબસ્તી,બારડોલી), કમલેશ ગુણવંતભાઈ રાઠોડના ઓને વોન્ડેટ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500