તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે જુદાજુદા પોલીસ મથકોમાં ચોરીના ૨ બનાવો નોંધવામાં આવ્યા છે, કુકરમુંડા બસ સ્ટેશનમાંથી સબ મર્સીબલ 1 HP નો પંપ ચોરાયો છે જયારે વાલોડમાં એક કારમાંથી મોબાઈલ ફોનની ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ મથકે રજીસ્ટર થઇ છે.
મળતી માહિતી મુજબ વાલોડના જામણીયા ગામની સીમમાં જામણીયા ચોકડી પાસે તા.૧૩/૦૩/૨૦૨૩ નારોજ કોઈ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની મારૂતિ સુઝુકી ઇકો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૫/સીએચ/૬૯૭૩ના ગાડીના આગળના ડેસ્ક ઉપર મુકેલ VIVO કંપનીનો V 20 મોડલનો મોબાઇલ જેની આશરે કિંમત રૂ.૫૦૦૦/- ની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઇસમ નાશી ગયો હતો. બનાવ અંગે ફરીયાદી પ્રેમચંદ બાલુરામ શાહુ રહે.જેસીંગપુરા ગામ કલ્યાણ ફળિયુ તા.વ્યારા નાએ તા.૧૭/૦૩/૨૦૨૩ નારોજ વાલોડ પોલીસ મથકે નોંધાવી હતી.
જયારે ચોરીના બીજા બનાવમાં કુકરમુંડા ગામે એસ.ટી.બસ સ્ટેશનની દિવાલ પાસે તા-૧૩/૦૨/૨૦૨૩ નારોજ કોઇ અજાણ્યા ચોર ઇસમે કુકરમુંડા ગામે એસ.ટી.બસ સ્ટેશનમાં મુકવામાં આવેલ સબ મર્સીબલ 1 HP નો પંપ અંદાજે કિંમત રૂપિયા ૪૦૦૦/- ની મત્તાનો ઇલેકટ્રીક વાયર તથા પાઇપ કાપી નુકશાન કરી, પંપ ની ચોરી કરી નાશી છુટ્યો હતો. બનાવ અંગે બસ સ્ટેશનના કંટ્રોલર પ્રહલાદભાઇ તુમડુભાઇ આહિરેની ફરિયાદનને આધારે નિઝર પોલીસ મથકે તા.૧૭/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આમ તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે જુદાજુદા પોલીસ મથકોમાં ચોરીના ૨ બનાવો નોંધવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application