Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં બોરદા ગામે ટ્રકે બાઈકને અડફેટે લેતા 2નાં મોત

  • November 04, 2021 

નિઝરનાં બોરદા ગામની સીમમાંથી પસાર થતો નિઝરથી લક્ષ્મીખેડા ગામ તરફના હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર 2 જણાના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં વાસી ગામે રહેતા શબ્બીરભાઈ જાહાગુભાઈ વળવી (ઉ.વ.32) જે મંગળવારે સવારે પોતાની મોટરસાઈકલ નંબર એમએચ/39/પી/8715 લઈ તેમના નાના ભાઈ નીતિન સાથે દિવાળીનાં તહેવાર નિમિત્તે અષ્ટમંબા ઋષિના દર્શન કરવા માટે નીકળ્યા હતા.

 

 

 

 

 

તે સમય દરમિયાન નિઝરના બોરદા ગામનાં બસ સ્ટેશન પાસેનાં નિઝર-રૂમકીતલાવ રોડ ઉપર એક ટ્રક નંબર જીજે/19/એક્સ/2189નો ચાલક દીપકભાઈ વેચ્યાભાઈ ગાવિત (રહે.ગડત ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર) નાએ પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડેફેટે લેતા બાઈક પર સવાર શબ્બીરભાઈ અને નીતિનભાઈને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જયારે આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળ પર જ મૂકી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે મૃતકના પત્ની લલીતાબેનની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application