સોનગઢ પોલીસ મથકે એનિમલ વેલ્ફેર ઓફ ઇન્ડીયાના કાર્યકર્તા એ જાન કરી હતી કે, સોનગઢના નવા ચેકપોસ્ટ નજીક અમે એક ટ્રક અટકાવી છે અને એમાં ગેરકાયદે રીતે ઘેંટા-બકરા ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. જે માહિતીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ચેકપોસ્ટ પર પહોંચી ઘેંટા-બકરા ભરીને મહારાષ્ટ્ર તરફ ઘેંટા-બકરા જતી એક ટ્રક નંબર જીજે/31/ટી/2930નો કબ્જો સંભાળી લીધો હતો.
ત્યારબાદ ટ્રકના ફાળકા ખોલી તપાસ કરતા ટ્રકમાંથી 138 જેટલા ઘેંટા અને 18 બકરા મળી આવ્યા હતા. ટ્રક ચાલક મગનભાઈ બામણીયા (રહે.વડોદરા) અને ક્રિપાલસિંહ જાડેજા (રહે.નાના કંથારિયા)ના ઓની અટક કરી આ ઘેંટા-બકરા ટ્રક માલિક એવા મોડાસાના ઝાકિર હુસેન ટીંટોઈયાએ રાણીપ પોલીસ ચોકીની બાજુમાંથી ભરાવ્યા હતા. આમ, પોલીસે ઘેંટા-બકરા અને ટ્રક મળી કુલ રૂપિયા 12,80,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500