Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસેથી કાર માંથી દારૂનાં જથ્થા સાથે 2 ઝડપાયા, 2 વોન્ટેડ

  • November 27, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : તાપી પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે બપોરે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. રેડમાં નીકળ્યા હતા. તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કારમાં 2 ઈસમો દારૂનો જથ્થો નવાપુરથી સોનગઢ થઈ વ્યારા તરફ લઈ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસે સોનગઢથી વ્યારા તરફ જતા નેશન હાઈવે નંબર-53 ઉપર જેસીંગપુરા ટેકરા પાસે વોચમાં હતા. તે સમયે એક કાર નંબર જીજે/01/કેએચ/2744ને આવતા જોઈ પોલીસે ખાનગી વાહનની આડશ રાખી કારને ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે કારને સાઈડમાં ઉભી રાખી કાર ચાલકનું નામ પૂછતા ચાલકે તેનું નામ અનિલભાઈ વિનોદભાઈ ઢોડિયા (રહે.સિંગી પુલ ફળિયું,વ્યારા) અને બીજા ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ રાહુલભાઈ જીવણભાઈ ભરવાડ (રહે.ડુંગરી ફળિયું, તડકુવા ગામ,વ્યારા) જણાવ્યું હતું.ત્યારબાદ પોલીસે બંને ઈસમોને સાથે રાખી કારની તપાસ હાથ ધરતા કારની ડીકીમાંથી ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની 1500 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 37,500/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ ભરી આપનાર નવાપુર એમ.ડી.વાઈન શોપમાં કામ કરતો અજયભાઈ જેનાં પુરા નામની ખબર નથી અને દારૂ મંગાવનાર મહુવાનાં હિતેશ ઠાકોરભાઈ ઓડના ઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી પોલીસે ઇંગલીશ દારૂની 1500 બોટલો, કાર અને 2 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 3,41,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application