તાપી જિલ્લાનાં સોનગઢ પાસેના ગામમા બાળલગ્ન આયોજિત કરવામાં આવેલ છે જેથી એક ત્રાહિત વ્યક્તિએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમા ગતરોજ કોલ કરી જણાવેલ હતું તેથી અભયમ ટીમ તાપી સ્થળ પર પહોંચી પરિવારને સમજાવેલ કે દીકરા-દીકરીની લગ્ન માટે ઊંમર થઈ નથી જો લગ્ન કરવામાં આવશે તો સામાજિક અને કાયદાકીય ગુનો ગણાશે જેથી પરિવારે લગ્ન કરવાનું મુલતવી રાખ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢ પાસેના એક ગામમા દીકરીની ઉંમર 17 અને દીકરાના 18 વર્ષની ઉંમર છે અને લગ્ન થવાના છે આ બાળલગ્ન રોકવા એક ત્રાહિત વ્યક્તિએ કોલ કરતા અભયમ ટીમ તાપી સ્થળ પર તપાસ કરતા આધારકાર્ડમા બંનેની ઉંમર ઓછી હતી જેથી પરિવાર, ગામના સરપંચ અને આગેવાનોને માર્ગદર્શન આપેલ કે લગ્ન માટે કાયદામા ઉંમર નક્કી કરવામાં આવેલ છે આ પહેલા લગ્ન કરવા એ બાળલગ્ન ગણાશે અને જે ગુનો બંને છે.
આમ તમામ વાતો સમજાવતાં ઉપસ્થિત તમામે આ લગ્ન બંધ રાખવા ખાત્રી આપી હતી અને પુખ્ત વયના થાય ત્યારે લગ્ન કરવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. આમ યોગ્ય માર્ગદર્શન દ્વારા તાપી અભયમ ટીમને બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500