વ્યારાનાં માલોઠા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથુભાઈ બાબલાભાઈ ચૌધરી તથા માલોઠા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કમલાબેન બપોરનાં આશરે દોઢેક કલાકના અરસામાં પોત્રી ત્રીશા સાથે ઘરને તાળું મારી માંડવી તાલુકાના રેગામા ગામે સબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.
લગ્ન પ્રસંગમાં માંથી રાત્રીના 9 કલાકના અરસામાં પોતાના ઘરે પરત આવતા મુખ્ય દરવાજોનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ચોરટાઓએ દરવાજો ખોલી ઘરમાં લોખંડના કબાટમાં મુકેલ સામાન વેર-વિખેર કરી રોકડા 60,000/- તથા બીજા રૂમમાં મુકેલ કબાટમાંથી 1 તોલાનું સોનાનું મંગળસુત્ર, 2 તોલાની સોનાની ચેઈન, 2 તોલાની સોનાની બંગડી, 12 તોલાના 5 જોડી ચાંદીના સાંકળા, ચાંદીના કમરના ઝૂલા તથા ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 1,98,000/-ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500