અયોધ્યામાં નિર્માણાધીન પ્રભુ શ્રી રામના વિશ્વ વ્યાપી ભવ્ય મંદિર માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા જન જનને મંદિર નિર્માણમાં સહભાગી બની શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિનું ગઠન કરી તા.15 જાન્યુઆરીથી મહાનિધિ એકત્રીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. બીજા તબબક્કામાં તા.1 ફેબ્રુઆરીથી ઘર-ઘર અભિયાન શરૂ થયું છે. જે તા.27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાનનાં ભાગરૂપે તાપી જિલ્લામાં શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલાં કાર્યકરો શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના નેજા હેઠળ લોકોના ઘરે-ઘરે પહોંચી રહ્યા છે.
જેમાં સમાજના દરેક લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી રૂ.10થી લઇ પોતાના મનોભાવથી લાખો રૂપિયા સુધીનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં સામાન્ય ફેરિયા,લારીગલ્લા ધારકો પણ યથા યોગ્ય નિધિ અર્પણ કરી રહ્યા છે. વ્યારા સ્ટેશન રોડ પર આજ રીતે સ્થાનિક કાર્યકરો સાથે સમિતિના નગર પ્રમુખ અક્ષય બધાણે તથા જિલ્લા આર.એસ.એસ.કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ ઘર-ઘર અભિયાનમાં નીકળ્યા હતા. તે વેળા એ સમાજ કે જે હંમેશા લોકોના પરિવારમાં ખુશીના પળે ,સહભાગી બની આશીર્વાદ આપી, સામેથી પ્રેમરૂપી ધન પ્રાપ્ત કરે છે, એ કિન્નર સમાજના ઘર આંગણે પહોંચ્યા હતા. સ્ટેશન રોડ પર રહેતાં તાપી જિલ્લા કિન્નર સમાજના પ્રમુખ અને વર્ષોથી વ્યારા વસેલા સૌના જાણીતા અને મમતા માસીના નામે જાણીતા મમતા કુંવર, રાખી કુંવરનો ભેટો થયો હતો.
રામના કામે આવેલાં ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ચા પીવડાવી હતી, ત્યારબાદ કાર્યકરોએ પણ મંદિર નિર્માણની વાત કરતાં મમતા માસી ગદ ગદીત થયાં હતા, અને કાયમ સમાજ પાસે પ્રેમ ભાવસ્વીકાર્તા કિન્નર સમાજ વતી રોકડા રૂ.1,01,000/ની નિધિનું સમર્પણ કરી અન્ય સમાજના લોકોને પણ નિધિ સમર્પણ માટે આહવાન કર્યું હતું અને સમાજને પણ સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500