રાજ્યમાં કોરોના ધીમે પડતા શરુ કરાયેલ શાળાઓ કેટલી જોખમી બની રહી છે તેનો દાખલો ઉચ્છલથી સામે આવ્યો છે ઉચ્છલ તાલુકાના પાટીબંધારા ગામની આશ્રમ શાળાનાં 6 વિધાર્થીઓને કોરોના થતા તંત્ર દોડતું થઈ ગયું છે.
આશ્રમ શાળાનાં આશરે 95 જેટલા વિધાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવતા 6 વિધાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર તા.18મી માર્ચના રોજ તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાના પાટીબંધારા ગામની આશ્રમ શાળાનાં 6 વિધાર્થીઓ અને વ્યારાની રોયલ એન્કલેવમાં 28 વર્ષીય પુરુષ મળી કુલ 7 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 921 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 866 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભર માંથી કોરોના ટેસ્ટ માટે 305 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 14 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500