તાપી જીલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા 2 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.22મી ફેબ્રુઆરી નારોજ સોનગઢના વાઝરડા ગામના ભાટી ફળીયામાં 30 વર્ષીય પુરૂષ અને વ્યારાના સિંગી ફળીયામાં 44 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 897 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 850 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 341 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં 6 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application