રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ત્યારે કોઈક જાગૃત નાગરિકે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, ડોલવણ પાસેના ગામમાં એક દીકરીના નાની ઉંમરે તેમના પરિવાર લગ્ન કરાવી રહ્યા છે. જે માહિતી આપતા માહિતીની ગંભીરતાને ધ્યાને લઈ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળેલ માહિતી મુજબ, કન્યાના માતા-પિતા અને પરિવારની પૂછપરછ હાથ ધરતા જન્મ અને ઉંમરના પુરાવા જોતા કન્યાની ઉંમર તેમના આધાર કાર્ડ મુજબ જાણી તો દીકરીની હાલ 14વર્ષ ની ઉમર છે. જેથી તેમના મમ્મી અને પપ્પાને કાયદાકીય રીતે બાળ લગ્ન ગુનો છે તેમજ નાની ઉંમરે દિકરીના લગ્નના કરાવી શકે, નાની ઉંમરે લગ્ન કરવા એ કાયદેસર ગુનો છે તેમજ દીકરીની ઉમર નાની હોવાથી તેને સામાજિક તેમજ કૌટુંબિક અને વ્યવહારિક જવાબદારી સમજી કે નિભાવી ના શકે તેથી દિકરીના 18 વર્ષ પુરા થાય ત્યાર પછી લગ્ન કરી શકે જે પરિવાર ને સમજ આપી તેમજ દીકરીના મમ્મી પાસે લેખિતમાં બહેધરી લીધેલ છે અને સામા પક્ષને દીકરીની ઉમર નાની હોવાથી હાલ લગ્ન નહી કરી શકે જેની જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application