Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીની અભયમ ટીમે ભૂલા પડેલા વૃદ્ધાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

  • August 04, 2021 

તાપી જિલ્લાની અભયમ ટીમને અજાણ વ્યક્તિ દ્વારા કોલ આવ્યો હતો જેમાં તેણે ટીમને જણાવ્યું કે,  અંદાજિત 70 વર્ષની વૃદ્ધ મહિલા ઉનાઈનાકા નજીક આવેલા સુપર ચિકન સેન્ટરની દુકાન પાસે ૩ કલાકથી આવીને બેઠા છે. વ્યક્તિએ જણાવ્યું કે, હાલ વરસાદ તો છે જ પરંતુ રાત્રિનો સમય છે જેથી તેઓ બિમાર પડી શકે છે અને તેમના સાથે વાત કરીને નામ અને સરનામુ પુછ્યું પરંતુ તેઓ બરાબર જણાવતા નથી.

 

 

 

 

અભયમની ટીમ સ્થળ ઉપર પહોંચી અને ટીમ દ્વારા મહિલાનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું નામ અને ગામ જાણવા મળ્યું હતું. તેઓ કટાસવણ ગામના છે જણાતા ટીમે ગામના પરિચિત વ્યક્તિ સાથે સંપર્ક કરીને તે મહિલાનું નામ જણાવ્યું ત્યારબાદ ટીમ મહિલાના ઘર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મહિલા કટાસવણ ગામના દિલ્લી ફળિયામાં રહે છે. તાપીની ટીમ અભયમે ભૂલા પડેલા 70 વર્ષિય વૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ટીમે પરિવાર સાથે વાતચીત કરી વૃદ્ધ મહિલાની સારસંભાળ લેવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application