તાપીમિત્ર અખબારના તંત્રી મહેશભાઈ પ્રજાપતિએ ઇન્ટરસેપ્ટર વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની લીધેલી મુલાકાત દરમિયાન વાનની વિશેષ વિશેષતાઓમાં જાણવા મળ્યું હતું કે, ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટે તાપી પોલીસને ઇન્ટરસેપ્ટર વાન ફાળવામાં આવી છે. ઇન્ટરસેપ્ટર વાનમાં લેસરથી સજ્જ કેમેરાની સુવિધા છે કે જેના થકી હાઈવે પર કાર ચાલકે સીટ બેલ્ટ લગાવ્યું છે કે નહિ, બાઈક ચાલકે હેલમેટ પહેર્યું છે કે નહિ તેમજ ચાલુ વાહને મોબઈલ ફોન પર વાત કરનારને, હાઇવે પર પુરપાટ વેગે આવતી કારની સ્પીડ પણ નોંધી શકાશે અને ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે તાપી પોલીસના ઉપયોગ સારું આ ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે.
તાપી પોલીસને ફાળવવામાં આવેલી ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગો સાથે તૈયાર કરવામાં આવી છે. તેમજ આ વાનમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે જયારે આ ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500