Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખ જાહેર કરી : પરીક્ષા માટે તારીખ 5 જુલાઈથી તારીખ 15 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે

  • July 02, 2023 

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી તારીખ 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે તારીખ 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે. શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY  પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.


TATની પરીક્ષા માટે તારીખ 5 જુલાઈથી તારીખ 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જયારે તારીખ 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે. પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ 6 ઓગસ્ટના રોજ લેવાશે. જોકે તારીખ  17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ)નું આયોજન કરાયું છે.



રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 25 જૂનના રોજ માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પરીક્ષા યોજાઈ હતી. પ્રિલિમ પરીક્ષામાં પાસ થનારા 60 હજાર ઉમેદવારો આ પરીક્ષામાં સામેલ થયા હતા. રાજ્યના કુલ 225 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 10.30થી 1 વાગ્યા સુધી ભાષા સજ્જતાના પેપરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે  બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર લેવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application