તાપીની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમએ સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરતાં જાણવા મળ્યું કે, મહિલાએ પતિ જોડે ભાગીને લગ્ન કરતાં સાસરીમાં તેમનો સ્વીકારના કરતાં મહિલા અને તેમના પતિ માતા-પિતાથી અલગ રહેવા લાગ્યા. મહિલાના પતિ આખો દિવસ કામથી બહાર હોય છે. મહિલાની બંને દીકરીઓની તબિયત સારી નાં રહેતાં તેમના પતિને કામ પરથી વહેલાં આવી જવા જણાવેલ હતું. પરંતુ રોજની જેમ પણ મહિલાના પતિને ઘરે આવતાં મોળું થતાં મહિલા દ્વારા પતિને સવાલ કરતાં તેમની વચ્ચે ઝઘડો થઈ જતાં તેમના નણંદ તેમના ઝઘડતા જોતાં તેઓ મહિલા પર હાથ ઉપાડવા નો પ્રયત્ન કરી મહિલા જોડે તેમના નણંદ ઝધડો કરવા લાગ્યા. મહિલાનાં નણંદ ચાર દિવસથી પિયરમાં રહેવા આવ્યા હતા ને તેમના માતા-પિતા જોડે રહેતા હતો.
પરંતુ મહિલા તથા તેમના સાસુ સસરાનું ઘર આજુબાજુમાં રહેતા તેઓ નાની મોટી બાબતે મહિલાને હેરાનગતિ કરતાં ને પતિ-પત્નીનાં ઝઘડામાં વચ્ચે પડીને મહિલાને ખોટાં સાબિત કરતા મહિલાના પતિ પણ મહિલાના પક્ષમાં બોલતા નથી. જોકે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી મહિલાના નણંદને બોલાવીને સમજણ આપેલ તેમને પિયરમાં આવી શાંતીથી રહેવા જણાવેલ મહિલા તથા તેમના પતિના ઝઘડામાં જાણ્યા વગર ફક્ત મહિલાની જ ભુલ કાઢી એક તરફ પક્ષના પકડાય તેમ સમજણ આપેલ તથા મહિલા તેમના પતિ અને બાળકો જોડે અલગ રહે છે તો તેમને શાંતિથી રહેવા દેય એમ સમજાવી મહિલાના પતિને પણ પોતાની પત્ની જોડે સારી રીતે રહેવા જણાવી પારિવારિક ઝઘડાંનું તાપીની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા સુ:ખદ સમાધાન કરાવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application