Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબર નું એલર્ટ સિગ્નલ અપાયું

  • December 15, 2022 

રાજ્યના કેટલાય ભાગો માં જ્યાં ઋતુનો મિજાજ કેટલાક દિવસઃથી સતત બદલાતો નજરે પડી રહ્યો છે,ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યાં રાત્રી ઠંડીની અસર બપોરે ગરમીની અસર તો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી માહોલ વરસવાની બાબતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે,તેમજ બદલાતા મૌસમના મિજાજ ના કારણે તાવ,શરદર્દ,માથાના દુઃખાવા થવા જેવી બાબતો પણ વધતી સામે આવી રહી છે.


તેવામાં હવે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભરૂચ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સતર્ક બન્યું છે,તેમજ દહેજ બંદર ખાતે ૧ નંબર નું એલર્ટ સિગ્નલ જાહેર કરી માછીમારો ને દરિયો ન ખેડવા ના સૂચનો આપવા સાથે દરિયા કાંઠે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.



અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદ ની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે,મૌસમના બદલાતા મિજાજ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધરતી પુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે,તેમજ મગ તુવેર,કપાસ સહીતની શકભાજી નો પાક લેતા ખેડૂતોને નુકશાની નો ભય વર્તમાન સ્થિતિ બાદ થી સતાવી રહ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application