Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડી તેમના ઘરોમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરાશે - ગૃહ રાજયમંત્રી

  • November 11, 2023 

પ્રભુ મહાવીરના ૨૫૫૦ નિર્વાણ વર્ષના પ્રારંભના ઉ૫લક્ષમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, શાંતાદેવી રોડ, નવસારી ખાતે  યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ નિર્વાણ વર્ષના મહોત્સવમાં અવસર પ્રાપ્ત થયો છે. જે બદલ આભાર વ્યકત કર્યો હતો. જૈન સંઘના ટ્રસ્ટ્રીશ્રીઓએ ભગવાન મહાવીરના વિચારોને બાળકોને સુધી પહોંચાડી તેમના જીવનમાં ઉજાસ લાવવા જણાવ્યું હતું.



ભગવાન મહાવીરના વિચારોને જૈન સમાજ સુધી મર્યાદિત ન રાખતા દરેક સમાજ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીએ રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું. રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આશાનગર નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજીત વસ્ત્રદાન કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવક બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે અને એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના સૌ નાગરિકો દિવાળી પૂર્વે સાફ સફાઇ કરવામાં આવે છે. કામ વગરની વસ્તુઓ કાઢી નાંખવામાં આવે છે. જેને ગુજરાતના યુવક બોર્ડ દ્વારા ગુજરાતમાં એક લાખ થી વધારે ઘરોમાં જઇને તેમના જૂના કપડા મેળવીને સામાન્ય અને ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગરીબોના ઘરમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application