અમદાવાદનાં વાડજની ભાવસાર હોસ્ટેલ પાસે અમુલ પાર્લર પર પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી યુવક પર હુમલો થયો હતો. જોકે આ યુવકને સ્ટમ્પથી મારમારી ઇજાઓ પહોંચાડવામાં આવતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયારે 6 મહિના અગાઉ હુમલાખોરના ઘરે પોલીસે દારૂની બાતમી અંગે રેડ પાડતા યુવક પર શક કરી આરોપી તકરાર કરતો હતો. બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાડજની ભાવસાર હોસ્ટેલ પાસે વિશ્રામપાર્ક સોસાયટીમાં રહેતા જયેશ વસાવાએ વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપી કેવલ જતીન પટેલ વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
જે મુજબ જયેશના પાડોશી કેવલના ઘરે 6 મહિના અગાઉ દારૂના મામલે રેડ કરી હતી. આ રેડ જયેશએ કરાવ્યાની શંકા રાખી આરોપી અવારનવાર તકરાર કરતો હતો. જેથી મંગળવારે બપોરે જયેશ વસાવા અમુલ પાર્લર પર બેઠા હતા. તે સમયે ત્યાં સ્ટમ્પ લઈને આવેલા કેવલ પટેલએ અમારા ત્યાં પોલીસની રેડ તે પડાવી હતી. ઉશ્કેરાયેલ કેવલે સ્ટમ્પનો એક ફટકો જયેશને માથામાં મારી દીધો હતો. જયેશ નીચે પડી જતા આરોપીએ લાતો મારી ઇજાઓ કરી હતી. બનાવ અંગે સ્થાનિકોએ વચ્ચે પડી જયેશને બચાવ્યો હતો અને કેવલે જતા જતા અપશબ્દો બોલી હવે હું તેને પૂરો કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application