દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ધીમી ધારે અમૃત રૂપી વર્ષા વરસી રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આજરોજ સવારે ૮ કલાકે ૨૭ હજાર ક્યુસેક પાણીની આવક સાથે ૩૨૫.૯૫ ફૂટ સપાટી નોંધાઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વાલોડમાં પડ્યો જયારે ઉચ્છલ તાલુકો કોરોકટ રહ્યો
તાપી જિલ્લામાં શુક્રવારે સવારે ૬ વાગ્યેથી શનિવારે સવારે ૬ વાગ્યે સુધી ૨૪ કલાકમાં પડેલો વરસાદના આંકડાઓ પર એક નજર કરીએ તો, વ્યારા તાલુકામાં ૫ મી.મી.સોનગઢ ૧ મી.મી., વાલોડ ૩૩ મી.મી., ડોલવણ ૮ મી.મી.. ઉચ્છલ ૦૦ મી.મી., કુકરમુંડા ૫ મી.મી. જ્યારે નિઝરમાં પણ ૫ મી.મી.વરસાદ નોંધવામાં આવ્યો છે.
સવારે ૮ વાગ્યા સુધી ઉકાઈ ડેમમાં ૨૭૨૯૦ ક્યુસેક પાણીની આવક અને ૩૨૫.૯૫ ફૂટ સપાટી નોંધવામાં આવી
આ ઉપરાંત સુરત મધ્યેથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીના ઉપરવાસમાં વરસાદ નોંધાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે અને ઉકાઇ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. શનિવારે સવારે ૮ વાગ્યા સુધી ઉકાઈ ડેમમાં ૨૭૨૯૦ ક્યુસેક પાણીની આવક અને ૩૨૫.૯૫ ફૂટ સપાટી નોંધવામાં આવી છે. જ્યારે ઉકાઇ ડેમમાંથી ૧ હજાર ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
હથનુરડેમના ૨૦ દરવાજા વાટે ૬૦૬૭૧ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ સાવરે ૬ વાગ્યા સુધી હથનુર ડેમની સપાટી ૨૦૯.૮૯૦ મીટર નોંધાઈ છે. જયારે જેના કારણે હથનુરડેમના ૨૦ દરવાજા વાટે ૬૦૬૭૧ કયુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે પ્રકાશા ડેમની ૧૦૭.૮૦ મીટર સપાટી નોંધાઈ છે. પ્રકાશા ડેમના ૨ દરવાજા વાટે ૨૫૧૩૩ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધીમે ધીમે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને ધીમી ધારે અમૃતની વર્ષા થી ખેડૂતો આનંદમાં છે બીજી તરફ વરસાદને લઈને નદી નાળાઓમાં ધીમી આવક શરૂ થઇ છે અને હળવાથી ભારે વરસાદને લઇને સર્વત્ર હરિયાળી છવાઇ છે.(હથનુર ડેમ ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500