લગ્નસરા અનુસંધાને સોના-ચાંદીના દાગીનાની ખરીદી થતી રહેતી હોય છે. પરંતુ વરસમાં બે વખત એવા પણ આવે છે કે જ્વેલર્સને સારો ધંધો મળી રહે છે. દિવાળી પહેલાં પુષ્ય નક્ષત્રમાં ગતરોજ ગ્રાહકોએ અંદાજે રૂપિયા 80 કરોડની આસપાસ સોના-ચાંદીનાની ખરીદી કરી મૂરત જાળવ્યું હતું. લગ્ન અને અન્ય શુભ પ્રસંગો માટે સારાં નક્ષત્રમાં સોના-ચાંદીની ચીજ વસ્તુઓની ખરીદવાની પરંપરા ગ્રાહકોની વર્ષોની છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતી હોવાને કારણે ગ્રાહકો સામાન્ય રીતે દાગીનાના ઓર્ડર માટે સોનાની ટોકન ખરીદી કરીને મુરત જાળવે છે. જ્વેલર્સ માટે વર્ષમાં બે વખત ગ્રાહકો તરફથી સારો પ્રતિભાવ મળતો હોય છે. દિવાળી તહેવારમાં ધનતેરસના દિવસે તથા તે પહેલાં પુષ્યનક્ષત્ર વખતે ગ્રાહકો જરૃરિયાત મુજબની ખરીદી અને ઓર્ડરો આપતા હોય છે અને ગતરોજ પુષ્ય નક્ષત્રના દિવસે શહેરના સંખ્યાબંધ જવેલર્સને પ્રમાણમાં સારો એવો ધંધો મળ્યો હતો.
આમ, સુરત શહેરમાં નાનાં-મોટાં મળીને 2400થી વધુ જ્વેલર્સ સોના-ચાંદીના કામકાજ સાથે સંકળાયેલાં છે. પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદીની પરંપરા રહી હોવાથી તરફથી, આગોતરી તૈયારીઓ કરવામાં આવે છે જેથી ગતરોજ ગ્રાહકો તરફથી દાગીનાના ઓર્ડરો ઉપરાંત સોના-ચાંદીના સિક્કાઓની ખરીદી કરવામાં આવી હતી એમ જેમ એન્ડ જ્વેલરી ફેડરેશનના નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું.
મુરતની સાથે-સાથે જરુરિયાતની જ્વેલરી પણ ગ્રાહકોએ ખરીદી હતી. આ વખતે એવું જોવાયું કે, માત્ર મુરત સાચવવા માટે ખરીદી ગ્રાહકોએ કરી નહોતી. પરંતુ જરૂરિયાતની મુજબની સોના-ચાંદીની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. નેકલેસ વોચ લકી બ્રેસલેટ કંગન સહિતની અન્ય કિંમતી ધાતુઓની ખરીદી કરવામાં આવી હતી. કોવિડ પછી પ્રથમ વખત જ્વેલર્સ માટે ધંધામાં રોનક પરત આવી હોવાનું કતારગામના જ્વેલર્સ નિલેશ લંગાળીયાએ કહ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500